Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Women» Women Power» Women dominate men in social media

સોશિયલ મીડિયાના ઉપયોગમાં મહિલાઓએ બાજી મારી

એજન્સી | February 28, 2014, 05:01 PM IST
women dominate men in social media

નવી દિલ્હી :
દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની રહેલી મહિલાઓએ સોશિયલ મીડિયાના વપરાશમાં પણ કાઠું કાઢ્યું છે. સોશિયલ મીડિયાનો વપરાશ કરતી મહિલાઓની સંખ્યા પુરષો કરતાં અનેક ઘણી છે. લિંક્ડઈન યૂઝ કરવાના મામલે મહિલાઓ પુરુષો કરતાં પાછળ છે તેમ પીસીડબલ્યુ રિસર્ચમાં દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે.
 
સમગ્ર વિશ્વમાં 76 ટકા મહિલાઓ ફેસબુકનો ઉપયોગ કરે છે. જ્યારે માત્ર 66 ટકા પુરુષ જ પોતાનો સમય ફેસબુક પર પસાર કરે છે.  ટ્વિટરનો ઉપયોગ કરતી 18 ટકા મહિલાની સરખામણીએ પુરુષોનું પ્રમાણ એક ટકા જેટલું ઓછું છે. ઈન્સ્ટાગ્રામમાં લગભગ 20 ટકા મહિલાઓ સક્રિય છે તો અહીં પણ પુરુષો તેના કરતાં પાછળ છે.  માત્ર 15 ટકા પુરુષો જ ઈન્સ્ટાગ્રામ પર એકટિવ હોવાનું સરવેમાં જાણવા મળ્યું છે. 
 
માત્ર લિંકડઈનના ઉપયોગમાં જ પુરુષો મહિલાઓ કરતાં અગ્રેસર છે.  લિંકડઈનનો ઉપયોગ કરતાં 24 ટકા પુરુષોની સરખામણીએ મહિલાઓનું પ્રમાણ 19 ટકા છે. આ આંકડાઓ જોયા બાદ ચોક્કસ કહેવું પડશે કે બોસ, મહિલાઓ હવે પુરુષ સમોવડી નહીં પરંતુ તેનાથી પણ એક કદમ આગળ નીકળી ગઈ છે. તમે શું માનો છો?
 
MP
 
 
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: