Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Development» Human Rights» Voting rate disappointed in jamnagar

જામનગર બેઠક :ચૂંટણીમાં મતદાતાઓ નિરૂત્સાહી

જીજીએન ટીમ દ્રારા | April 10, 2014, 01:09 PM IST
voting rate disappointed in jamnagar

જામનગર :

જામનગરના સંસદિય વિસ્તારમાં લોકસભાની બેઠક પર અત્યાર સુધીમાં લોકોએ નિરસતા બતાવી છે અને ૧૯૬ર થી લઈને ર૦0૯ની ગત ચુંટણી સુધીમાં માત્ર બે જ વખત પ૦ અને પ૩ ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે ૧૯૯૬ માં સૌથી ઓછુ મતદાન ૩૪.૬૧ ટકા જેટલુ જ મતદાન થયું હતું. જામનગરની અડધાથી વધુ મતદારોને ચુંટણીમાં જ રસ નથી. ત્યારે આ વખતે મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળે છે.


લોકસભાની ચુંટણીમાં જામનગરની બેઠક પર અત્યાર સુધીના ઈતિહાસમાં ક્યારેય પ૩ ટકાથી વધુ મતદાન નોંધાયું નથી.સામાન્ય રીતે ૩૪ થી માંડીને પ૦ ટકા સુધી પહોંચે છે. અડધાથી વધુ મતદારો મતદાન કરવામાં વિશ્વાસ ધરાવતાં નથી.કોઈપણ ઉમેદવારની તરફેણમાં કે કોઈપણ ઉમેદવારની વિરૃધ્ધમાં એકધારૃ કે તોતિંગ મતદાન થયાનું અત્યાર સુધીમાં જોવા મળ્યુ નથી. જો કે આ વખતે યુવા મતદારો વધુ મતદાન કરે તેવું હાલ જણાઈ રહ્યું છે.


૧૯૬ર થી માંડીને ર૦૦૯ સુધીની ચુંટણીઓની વાત કરીએ તો, અત્યાર સુધીમાં વધુમાં વધુ મતદાન ૧૯૮૪માં પ૩.૮૪ ટકા નોંધાયું હતું.એ પહેલા ૧૯૬૭માં પ૩.૧૭ ટકા મતદાન થયું હતું.બાકીની ચુંટણીઓમાં ૩૪ થી પ૦ ટકાની આસપાસ મતદાન નોંધાયું છે.


જામનગર જીલ્લાના મતદારો પૈકીના અડધા મતદારો એવા છે કે જેઓને ચુંટણી સાથે કશુ લાગતું વળગતું નથી અને જે અડધા મતદારોએ મતદાન કર્યુ હોત તે પૈકીના રપ થી ૩પ ટકા મતદારો જ પોતાનો સાંસદ ચુંટે છે. ત્યારે જામનગરની સંસદીય વિસ્તારની લોકસભાની ચૂંટણીના આંકડાઓ પર નજર નાંખીએ તો ૧૯૬રમાં ૪૦.૦૯ ટકા, ૧૯૬૭માં પ૩.૧૭ ટકા, ૧૯૭૧માં ૪૬.૮૦ ટકા, ૧૯૭૭માં પ૦.૮૦ ટકા, ૧૯૮૦માં ૪પ.પપ ટકા, ૧૯૮૪માં પ૩.૩૪ ટકા, ૧૯૮૯માં ૪૩.૧૦ ટકા, ૧૯૯૧માં ૪૬.૧૩ ટકા, ૧૯૯૬માં ૩૪.૬૧ ટકા, ૧૯૯૮માં ૪૯.ર૭ ટકા, ૧૯૯૯માં ૩૬.૮૦ ટકા, ર૦૦૪માં ૪૦.૪૩ ટકા અને ગત લોકસભાની ચૂંટણીમાં ર૦૦૯માં ૪પ.૭૯ ટકા મતદાન થયું હતું.


અત્યાર સુધીમાં મતદારોમાં નિરૃત્સાહીના કારણે આ પ્રથમ વખતે તમામ ઉમેદવારોને નકારી દેવાનો વિકલ્પ નોટા મતદાતાઓને ચુંટણીપંચ તરફથી આપવામાં આવ્યો છે. તેમજ જામનગરની સંસદીય લોકસભાની બેઠક પર મતદારોમાં અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો સરકાર દ્વારા વૃધ્ધ મતદારોને આમંત્રણ કાર્ડ આપીને મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવશે. અને એમાંય વળી નોટા નો વિકલ્પ મળી જતાં અમુક મતદારો તેમની નારાજગી પણ બતાવી દેશે. તો વળી બીજી બાજુ અપ્રિલ માસના એન્ડમાં મતદાન હોવાથી ધોમ તાપ અને ગરમીના કારણે શહેરી વિસ્તારોમાં મતદાન કરાવવું એટલે રાજકિય કાર્યકર્તાઆને લોઢા ચણા ચાવવા જેવી હાલત બની જાશે.. જોકે તો ગ્રામ્ય વિસ્તારોમાં એપ્રિલ માસમાં ખેતીકામમાં આરામ હોવાથી મતદારો તેમાંય કરીને યુવા મતદારો વધુ મતદાન કરશે, તેવો માહોલ જોવા મળી રહ્યો છે.


મતદાનની ટકાવારી

વર્ષ  -  ટકાવારી

૧૯૬૨ - ૪૦.૦૯

૧૯૬૭ - ૫૩.૧૭

૧૯૭૧ - ૪૬.૮૦

૧૯૭૭ - ૫૦.૮૦

૧૯૮૦ - ૪૫.૫૫

૧૯૮૪ - ૫૩.૩૪

૧૯૮૯ - ૪૩.૧૦

૧૯૯૧ - ૪૬.૧૩

૧૯૯૬ - ૩૪.૬૧

૧૯૯૮ - ૪૯.૨૭

૧૯૯૯ - ૩૬.૮૦

૨૦૦૪ - ૪૦.૪૩

૨૦૦૯ - ૪૫.૭૯


AI/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: