Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» The president viewed bhoothnath returns with big b

રાષ્ટ્રપતિએ બિગ બીની સાથે બેસીને જોઈ ભૂતનાથ રિટર્ન્સ

Agencies | April 18, 2014, 12:49 PM IST
the president viewed bhoothnath returns with big b

નવી દિલ્હી :

ભૂતનાથ રિટર્ન્સમાં અમિતાભ બચ્ચનનો ભૂતનો અવતાર લોકોને ખૂબ પસંદ આવ્યો છે. ગત શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સ સારો બિઝનેસ કરી રહી છે. શુક્રવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને માટે ફિલ્મની સ્પેશ્યલ સ્ક્રીનિંગ કરવામાં આવી. આ પ્રસંગે અમિતાભ બચ્ચન અને ફિલ્મના બીજા કલાકાર રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતા.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અમિતાભની સાથે બેસીને આ ફિલ્મ જોઈ. ફિલ્મમાં અમિતાભની સિવાય બાળ કલાકાર પાર્થ ભાલેરાવ અને બોમન ઈરાની પણ લીડ રોલમાં છે. ભૂતનાથ રિટર્ન્સને મળેલી સફળતાને જોતાં ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર તેનો ત્રીજો પાર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે ભૂતનાથ સીક્વલ ભૂતનાથ રિટર્ન્સ રિલીઝ થઈ અને પહેલા વિકેન્ડ પર આશરે 18 કરોડનું આંકડો પાર કર્યો. સોમવારે 4 કરોડથી વધારે કમાણી કર્યા પછી ભૂતનાથ રિટર્ન્સે પહેલા ચાર દિવસોમાં જ 22 કરોડનો આંકડો પાર કર્યો છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: