Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Education» Higher Education» Saurashtra university fyba paper leak

સોરાષ્ટ્ર યુનિ.નું એફવાય બીએનું પેપર રદ્

જીજીએન ટીમ દ્વારા | April 21, 2014, 03:43 PM IST
saurashtra university fyba paper leak

રાજકોટ :

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા આજે એફવાય બી.કોમ બીજા સેમેસ્ટરની બીઝનેસ એડ્મીનીસ્ટ્રેસનનું પેપર સવારે લેવાનું હતું. પરંતુ વહેલી સવારથી જ આ પેપર લીક થઇ ગયું હોય અને સોશિયલ મીડિયામાં ફરતુ થયુ હતુ. જે અંગેની કુલપતિને પણ પરીક્ષા શરુ થતા પહેલા જ ફરિયાદો મળતા તેમણે તાકીદે મીટીંગ બોલાવીને આ પેપર રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

બીઝનેસ  એડ્મીનીસટ્રેસનનું પેપર હવે આગામી તારીખ 27 ને રવિવારના રોજ લેવામાં આવશે તેવો નિર્ણય સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા લેવામાં આવ્યો છે.

બીઝનેસ એડ્મીનીસટ્રેસનનુ પેપર દેવા માટે 30 હજાર વિદ્યાર્થીઓ હરોળમાં હોય પરીક્ષાર્થીઓના ભાવી માટે વિચારણા કરીને સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ પરીક્ષાનું પેપર કઈ રીતે લીક થયું છે તે જાણવા માટે તપાસ શરુ કરવામાં આવી છે. જો પરીક્ષા  વિભાગમાંથી કોઈ કર્મચારી દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યું હશે તેની તપાસ દરમિયાન માહિતી મળશે તો તાકીદે પગલા લેવામાં આવશે. તેમજ જરૂર પડ્યે પોલીસ ફરિયાદ કરવા અને સાયબર ક્રાઈમ વિભાગની જરૂર પાશે તો ત્યાં સુધીના પગલા સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા લેવામાં આવશે તેવું કુલપતિ પદાલીયાએ જણાવ્યુ હતું. 

DP

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: