Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Education» Higher Education» Saurashtra university bca paper leak

સૌરાષ્ટ્ર યુનિ. માં વધુ એક પેપર લીક

જીજીએન ટીમ દ્વારા | April 28, 2014, 03:46 PM IST
saurashtra university bca paper leak

રાજકોટ :

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની કથળી ગયેલી સ્થિતિ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. અગાઉ યુનીવર્સીટી અંતર્ગત લેવાતી પરીક્ષાનું પેપર લીક થઇ જતા 30 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પેપરલીક કરનાર 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને ગ્લોરિયસ  કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું હતું. આ પેપર લીક પ્રકરણમાં હજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યાં આજે બીસીએનું એક પેપર પરીક્ષા પૂર્વે લીક થઇ જતા આ અંગે એનએસયુઆઇ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

કુલપતિ દ્વારા આ પેપરની પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી અને આ પેપર લીક પ્રકરણમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા બીસીએનું કંટ્રોલ સિસ્ટમનું પેપર લેવાનારું હતું. આ પેપર વિદ્યાર્થીઓ સુધી પહોચે તે પહેલા જ  લીક થઇ ગયું હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા અને આ પેપર એનએસયુઆઇ આગેવાનોના હાથમાં આવતા આ પેપર લઈને ખરાઈ કરીને ત્યાર બાદ હકીકતે આ પેપર લીક થયું હોવાની માહિતીઓ મેળવી આ અંગે કુલપતિ ડો મહેન્દ્ર પાડલીયા ને આવેદનપત્ર પાઠવી પેપર લીક કરનારા તત્વો સામે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી.

પેપર લીક થયું હોવાની જાણ કુલપતિ ડો મહેન્દ્ર પાડલીયાને થતા તેમજ એનએસયુઆઇ આગેવાનોની રજુઆતને  ધ્યાનમાં લઈને આ લીક થયેલું પેપર પણ રદ કરવામાં આવ્યું હતું. અને હવે આગામી દિવસોમાં આ પેપર નક્કી કરીને જાહેર કરવામાં આવશે કે ક્યારે આ પેપરની પરીક્ષા લેવી તેમજ પેપર લીક કરનારા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીક કરનારા તત્વો સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.36 %
નાં. હારી જશે. 19.00 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: