Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» Purani jeans story about friendship and relationships

દોસ્તી તથા પ્રેમની સહેલગાહે લઈ જશે ફિલ્મ પૂરાની જિન્સ

માનસી પટેલ | April 26, 2014, 12:17 PM IST
purani jeans story about friendship and relationships

અમદાવાદ :

ઇરોઝ ઇન્ટરનેશનલની આગામી ફિલ્મ ‘પુરાની જિન્સ’ ફિલ્મનાં પ્રમોશન માટે ફિલ્મની સ્ટારકાસ્ટ ઈઝાબેલ લેટે, રતિ અગ્નિહોત્રીનો દીકરો તનુજ વિરવાની અને આદિત્ય સેલે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને ત્રણેયે પોત પોતાના કેરેક્ટર તેમજ ફિલ્મની શૂટિંગના સંસ્મરણો અંગે મન ભરીને વાતો કરી હતી.

'પુરાની જિન્સ' ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલા ફિલ્મના કલાકાર તનુજ વિરવાની એક સમયની જાણીતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીનો પુત્ર છે. આ ફિલ્મમાં રતિ અગ્નિહોત્રી પણ તેની સાથે કામ કરી રહી છે  રતિ અગ્નિહોત્રીએ આ ફિલ્મમાં  તનુજ એટલે કે સિદ્ધાર્થની માતાની ભૂમિકા ભજવી છે.  તનુજે પુરાની જિન્સ અંગે જણાવ્યું કે આ ફિલ્મમાં કસૌલી જેવા ગ્રામીણ ક્ષેત્રે એટલે કે એક નાના ટાઉનમાં વિકસતી દોસ્તીની વાત છે તેમાં પાંચ મિત્રો છે અને પછી ઇઝાબેલની એન્ટ્રીને કારણે તેમની મિત્રતાના પરિમાણો બદલાય છે.

પોતાની મમ્મી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો એ વિશે વાત કરતા તનુજે હસતા હસતા કહ્યું કે મમ્મી સેટ પર ખૂબ સ્ટ્રીક્ટ અને પ્રોફેશનલ રહેતા હોય છે એટલે મને તો તેમની હાજરીથી ખૂબ ડર લાગતો હતો. જોકે ફિલ્મમાં મારા કરતા આદિત્ય સાથે મારી મમ્મીના દ્રશ્યો તમને વધારે જોવા મળશે.

મોડલિંગમાંથી એક્ટિંગમાં આવેલી મૂળ બ્રાઝિલની અને પોતાની બીજી ફિલ્મ કરી રહેલી ઇઝાબેલે ફિલ્મ શૂટિંગના અનુભવો અંગે કહ્યું કે, અમે ફિલ્મના શૂટિંગ વખતે ખૂબ ધમાલ કરી હતી. સ્વાભાવિક છે કે પાંચ છોકરાઓ વચ્ચે હું એક જ છોકરી હતી તેથી તેઓ મને ઓફ  સ્ક્રીન  અને ઓન સ્ક્રીન ખૂબ જ હેરાન કરતા હતા, પરંતુ અમને ખૂબ મજા પડતી હતી.

બ્રાઝિલની ઇઝાબેલ ઘણું સારું હિન્દી બોલે છે તેણે એક્ટિંગ વિશે પૂછતા તેણે જણાવ્યું કે મારી પહેલી ફિલ્મ સિક્સટીન કરતાં આ ફિલ્મમાં હું ઘણું સારું હિન્દી બોલી શકું છું.


ફિલ્મના અન્ય એક હિરો આદિત્યએ પોતાના ફિલ્મી કેરેક્ટર સેમ વિશે જણાવ્યુ હતું કે, હું પાત્ર ગાવાનું શોખીન છે અને ગિટાર તેની જિંદગી. હું એવું માનતો હોઉં છું કે દોસ્તી એ ગિટાર જેવી છે જો એક વાર દોસ્તીનો તાર બરાબર બેસી ગયો પછી કોઈ તકલીફ પડતી નથી.

ફિલ્મમાં આદિત્ય એટલે કે સેમના કેરેક્ટરની માતા બની છે સારિકા. પીઢ અને અનુભવવાળા સિનિયર સાથે કામ કરવાના અનુભવ અંગે આદિત્યએ કહ્યુંકે સારિકા મેમ તથા રતિ મેમ બંને જણા એટલો કો ઓપરેટિવ હતા કે ન પૂછો વાત! હું નવર્સ હોઉં તો તેઓ મારો હાથ પકડીને મને સાંત્વનાથી સમજાવતા અને શાંતિથી શૂટિંગ કરવા સમજાવતા હતા.

MP/PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.95 %
નાં. હારી જશે. 19.40 %
કહીં ન શકાય. 0.65 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: