Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Religion» Religion and Spiritual» Petition in delhi high court against the symbols of vaishno devi on coins

સિક્કા પર વૈષ્ણોદેવીની છાપથી કોર્ટે સરકારને નોટિસ ફટકારી

એજન્સી | March 20, 2014, 05:06 PM IST
petition in delhi high court against the symbols of vaishno devi on coins

નવી દિલ્હી :
પાંચ રૂપિયાના સિક્કા પર વૈષ્ણો દેવીના ચિન્હને લઈને હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ભારતીય ચલણ પર ધાર્મિક ચિહ્ન છાપવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી કરીને અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ આપીને તેમનો જવાબ માંગ્યો છે.
 
મુખ્ય ન્યાયાધીશ બીડી અહમદ તથા સિદ્ધાર્થ મૃદુલની ખંડપીડે નાણા મંત્રાલયને ત્રણ સપ્તાહમાં રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને એવો સવાલ પણ કરવામાં આવ્યો છે કે સરકારે કયા આધારે ધાર્મિક પ્રતીક ચિન્હના સિક્કા બહાર પાડ્યા છે. નાણા મંત્રાલય તથા આરબીઆઈ વિરુદ્ધમાં અરજી દાખલ કરનારનું નામ નફીસ કાજી છે. કાજીએ જણાવ્યું હતું કે આ પ્રકારના સિક્કાથી ભારતની ધર્મ નિરપેક્ષ તથા લોકતાંત્રિક છબીને નુકસાન થયું છે.
 
સોલીસિટર જનરલ રાજીવ મહેરા તથા નીરજ ચૌધરીની બેન્ચે જણાવ્યું હતું કે, માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની રજત જયંતીના અવસર પર સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. જે માટે કાયદાનું પાલન કરવામાં આવ્યું છે. બેન્ચે કહ્યું હતું કે, 50 કે 100 વર્ષ પૂરા થવાના સંજોગોમાં સિક્કા બહાર પાડવાની જરૂર નથી. બેન્ચે સુનાવણી  23 એપ્રિલ સુધી મુલતવી રાખી છે. 
 
અરજદારે જણાવ્યું હતું કે, ભારતે સર્વ ધર્મ સમભાવને પસંદ કર્યો છે અને તેમાં મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ માટે સ્થાન નથી. કેસની આગામી સુનાવણી વખતે સિક્કા પર ધાર્મિક ચિન્હ છાપવું જોઈએ કે નહીં તે નક્કી થઈ જશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: