Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Education» Higher Education» News related with saurashtra university

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સેનેટ મીટીંગમાં હોબાળો

જીજીએન ટીમ દ્રારા | March 31, 2014, 11:53 AM IST
news related with saurashtra university

રાજકોટ :

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  આજ રોજ અધ્યાપકોના પ્રશ્નો તેમજ યુનિવર્સિટીને લગતા અહેવાલો અંગે ચર્ચાઓ કરવા માટે સેનેટ સભ્યોની મીટીંગ મળી હતી આ મીટીંગમાં કુલપતિ દ્વારા આચારસહિતા નો ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.આચારસહિતા ની આડમાં કુલપતિ દ્વારા અમુક પ્રસ્તાવો મુલતવી રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યોના પ્રસ્તાવો ના સંભાળવા પડે તે માટે આ પ્રસ્તાવો મુલતવી રાખવામાં આવ્યા હતા. સેનેટ મીટીંગ અંગે મંજુરી લેવા બાબતે કલેકટર દ્વારા પત્ર લખવામાં આવ્યો હોવા છતાં કુલપતિએ નીરસતા દાખવી મંજુરી લીધા વિના જ મીટીંગનું આયોજન કરીને આચારસહિતા નો ભંગ કર્યો હતો.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે તમામ સેનેટ સભ્યોની એક મીટીંગ યોજાઈ હતી, જેમાં કોંગેસ પ્રેરિત સેનેટ સભ્યો દ્વારા મીટીંગ શરુ થાય તે પહેલા જ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.  વિરોધ દર્શાવતા કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના 1500 જેટલા અધ્યાપકોનું છઠ્ઠું પગારપંચ મંજુર થયા બાદ એરીયસની રકમ હજુ સુધી ચુકવવામાં આવી નથી. તે ઉપરાંત યુનીવર્સીટી દ્વારા કઈ રીતે કોલેજોનું જોડાણ આપવામાં આવે છે.


 સ્વ. દીપચંદ ગાર્ડી નામનું ભવન બનાવવામાં આવે સહિતના પ્રસ્તાવો મીટીંગમાં રજુ કરવાના હતા પરંતુ આ તમામ પ્રસ્તાવો આચારસહિતા ની આડમાં પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા. કુલપતિ આ પ્રશ્નોના શું જવાબ આપશે તેવી ભીતિ છે જેથી  આ પ્રશ્નો મુલતવી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ અંગે કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યો દ્વારા ચુંટણી અધિકારી જીલ્લા કલેકટરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ કલેકટર દ્વારા પણ કુલપતિને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે મંજુરી લીધા બાદ જ આ મીટીંગ નું આયોજન કરવામાં આવે એ પત્ર પણ 3 દિવસ પહેલા કુલપતિને મોકલી દેવામાં આવ્યો હતો તેમ ઈચ્છા રાખતાં  કુલપતિએ આ પત્રની અવગણના કરીને મંજુરી લીધા વિના જ આ મીટીંગ યોજી  આચારસંહિતા નું ઉલ્લંઘન કર્યું હતું.


જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો મહેન્દ્ર પાડલીયા એ જણાવ્યું હતું કે આ મીટીંગમાં કોઈપણ પ્રકારની આચારસંહિતા નો ભંગ થયો નથી જયારે સેનેટ સભ્યોની મીટીંગ ની વાત છે તે મીટીંગ નું આયોજન કરવા માટે 4 થી 6 મહિના અગાઉ તારીખ નક્કી કરવામાં આવે છે અને આ મીટીંગ પણ 4 મહિના પહેલા નક્કી થઇ ગયેલી હતી. મીટીંગમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આચારસંહિતા નો ભંગ થવાનો હોય તેવા પ્રશ્નો હોવાથી આવા પ્રશ્નો મુલતવી રાખવામાં આવ્યા છે તેવા પ્રશ્નો રદ કરવામાં આવ્યા નથી.

 

JJ/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: