Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» India» Governance» Manmohan singh faces protest at waqf event

વિજ્ઞાન ભવનમાં પ્રધાનમંત્રીના ભાષણમાં હંગામો

એજન્સી | January 29, 2014, 12:01 PM IST
manmohan singh faces protest at waqf event

નવી દિલ્હી :

29મી જાન્યુઆરી, બુધવારે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે  નેશનલ વક્ફ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે તે દરમ્યાન જે એક વ્યક્તિએ પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે હોબાળો મચાવી દીધો હતો.


લધુમતિની અનેદખી કરાઈ હોવાના મુદ્દે હોબાળો મચાવી રહેલા આ યુવકને એસપીજીના જવાનોએ તુંરત જ વિજ્ઞાન ભવનની બહાર ધકેલી દીધો હતો. વડાપ્રધાન મનોમોહન સિંહ કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમ્યાન  લધુમતિ સમુદાય માટે નવી યોજનાઓની ઘોષણા કરી રહ્યાં હતા. તે દરમ્યાન આ યુવકે લધુમતિઓની અનદેખી કરાઈ હોવાનો આરોપ લગાવીને પ્રધાનમંત્રીના ભાષણનો વિરોધ કર્યો હતો.


આ યુવક યમુનાપારનો રહેવાસી હોવાનું જણાવી રહ્યો હતો. અને પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે લખાણ સાથે લખાયેલો કાગળ હવામાં લહેરાવી રહ્યો હતો. યુવકે કહ્યું હતું કે લધુમતિઓના વિકાસની જે વાતો થઈ રહી છે તેમાં કોઈ દમ નથી. યોજનાઓને પહેલાથી લાગું કરવાની જરૂરિયાત હતી પરંતુ તેમ ન થતાં મુસલમાનોને કોઈ લાભ થયો નથી.


જોકે આ યુવક દ્રારા હંગામો થતાં એસપીજીના જવાનોએ તેને બહાર ધકેલી દીધો હતો. જોકે ત્યાર બાદ કાર્યક્રમમાં હાજર બીજા અમુક લોકો ઉભા થઈ ગયા અને કહ્યું કે પીએમ અને સોનિયા ગાંધીની હાજરીમાં તેમને પોતાની વાતો રજૂ કરાવા દેવામાં આવી નથી.

 

RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 83.25 %
નાં. હારી જશે. 16.46 %
કહીં ન શકાય. 0.29 %

Top Headlines

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: