Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» International» Asia» Malala yousufzais book launch stopped at pakistan varsity

પાકિસ્તાનમાં મલાલાની બુક લોન્ચ ન થઈ

એજન્સી | January 28, 2014, 05:13 PM IST
malala yousufzais book launch stopped at pakistan varsity

ઈસ્લામાબાદ :
ટીનએજ એક્ટિવિસ્ટ મલાલા યુઝુફઝાઈની પાકિસ્તાનની યુનિવર્સિટી ઓફ પેશાવરમાં આઈ એમ મલાલા બુક લોન્ચ થવાની હતી. પરંતુ  સરકારે પૂરતી સલામતીની ખાતરી નહીં આપતા આયોજકોએ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.
 
ધ બચાખાન એજ્યુકેશન ફાઉન્ડેશન ((BKEF), સ્ટ્રેન્થિંગ પાર્ટીસિપેટરી ઓર્ગેનાઈઝેશન (SPO) અને એરિયા સ્ટડી સેન્ટર દ્વારા આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
બીકેઈએફના ડાયરેકટર ડો. ખાદીમ હુસૈને જણાવ્યું હતું કે, બુકને લોન્ચ થતી અટકાવવી આઝાદીના જુસ્સાને વ્યક્ત થતો અટકાવવો તથા શિક્ષણ અંગે જાગૃતિ આવે તે હેતુથી મલાલાનું સન્માન થતું અટકાવવું બાળકોના અઘિકાર અંગે સભાનતા પર તરાપ મારવા બરાબર છે.
 
એરિયા સ્ટડી સેન્ટરના ડિરેકટર સરફરાઝ ખાને જણાવ્યું હતું કે, મને ઘણા લોકો દ્વારા અટકાવવામાં આવ્યો હતો. જેમાં મંત્રીઓ, વાઈસ ચાન્સેલર અને પોલીસનો પણ સમાવેશ થાય છે. 
 
2012માં પાકિસ્તાની તાલિબાનો દ્વારા મલાલા પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં દુકાનદારોને પણ તેની બુક નહીં વેચવા અંગે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. સરકાર દ્વારા બુક લોન્ચ પ્રસંગને અટકાવવાની ઘટનાને વિવિધ સોશિયલ મીડિયા પર ઝાટકણી કાઢવામાં આવી હતી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 82.09 %
નાં. હારી જશે. 17.56 %
કહીં ન શકાય. 0.35 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: