Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» Katrinakaifoutdeepikapadukonein

'કહીં ખુશી કહીં ગમ' કેથરિના આઉટ દીપિકા ઈન

GGN | February 17, 2012, 03:53 AM IST
katrinakaifoutdeepikapadukonein

રજનીકાંત સ્ટારર ભારતની સૌથી મોંધી ફિલ્મમાં જ્યાં કેથરિયાના કામ કરવાના હતા તેની જગ્યાંએ હવે, દીપિકા પાદુકોણે કામ કરશે અને તણે રૂપિયા પાંચ કરોડની પણ ઓફર કરવામાં આવી છે.

 

બોલિવુડતો રિવાજ છે કે, એકનું નુકસાન તો, બીજાનો ફાયદો અને આ વખતે તેનો શિકાર થઈ છે કેથરિનાનું નુકસાન અને દીપિકાનો ફાયદો.   આ પાછળનું મુખ્ય કારણ છે કે બોલિવુડના સિતારાઓનો પોતાના કામમા એટલા વ્યસ્ત હોય છે કે તારીખોની મારામારી થાય છે જેના કારણે અમુક પ્રોજ્કટ ગુમાવવા પડે છે. આ વખતે કેટરિના કેફ અને દીપિકા આમને-સામને આવી છે.

 

ભારતની સૌથી મોંઘી ફિલ્મ કહેવાતી રજનીકાંત સ્ટારર  ‘કુચાદિયાં ધી લેજંડ’માં જ્યાં કાલ સુઘી તો આ ફિલ્મ માટે કેથરિનાનું નામ જોડાતું હતું. ત્યા તો આજે સવારે દીપિકાનું નામ જોડાઈ ગયું છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ માટે કેથરિનાને રૂપિયા પાંચ કરોડની ઓફર કરવામાં આવી હતી અને હવે તે ફિલ્મમાં નથી.  તેનું રીપ્લેસ  દીપિકાથી કરવામાં આવ્યું છે.  તો સ્વાભાવીક છે કે આ મોટી રકમ હવે દીપિકાના એકાઉન્ટમાં જ જશે.

 

'કુચાદિયાં ધી લેજંડ’ ‘ભારતની પ્રથમ થ્રી-ડી મોશન કેપ્ચર’ ફિલ્મ છે. જેમાં દુનિયાના દિગ્ગજ ટેક્નીશીયનોને પણ આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. પણ યશરાજ બેનરની બે ફિલ્મોમાં વ્યસ્ત રહેલી કેથરિના ટેક્નીશીયનોને મળવા ચેન્નાઈ પહોંચી શકી ન હતી. બસ તે પછી તાત્કાલીક  નિર્ણય લેવામાં આવ્યો અને કેથરિનાને આ ફિલ્મ માંથી દૂર કરી દીપિકા પર મોહર લગાવવામાં આવી છે.  

 

આ ફિલ્મ માટે દીપિકાએ મહેનત પણ શરૂ કરી નાખી છે. રજનીકાંત કરતા દીપિકા ગોરી છે તેથી રજનીકાંત અને તેનો રંગ મેચ થાય તે માટે ખાસ વિદેશી કલર ટેકનીકના અમુક સેશન પણ કરવા પડશે.

 

આ મુદ્દે ફિલ્મના કો-પ્રોડ્યુસર ડો.મુરલી મનોહરે જણાવ્યું કે, આ કલર થેરેપીને પર પરફોર્મેન્સ કેપ્ચરીંગ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત આ ટેકનીક ભારતીય ફિલ્મમા અપનાવામાં આવી છે.

 

જો કે   આ મુદ્દે એક થા ટાઈગરના શૂટિંગથી પરત આવેલી કેથરિનાએ જણાવ્યું કે, રજનીસર સાથે કામ કરવાની ના પાડતા તે ખૂબ દુઃખ છે પણ દુનિયાનો અહીં અંત  થતો નથી.

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.55 %
નાં. હારી જશે. 20.81 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: