Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Interview» Economy» Interview with joseph messy on sx 40

MCX-SX પીઓપી નેટવર્કથી અનેક લાભ: જોસેફ મેસી

જીજીએન ટીમ દ્વારા | September 21, 2012, 03:59 PM IST
interview with joseph messy on sx 40

વડોદરા :

ઈક્વિટી, ઈક્વિટી એફએન્ડઓ સહિતના નવા સેગમેન્ટ્સમાં સભ્યપદની ઝુંબેશ માટે અનેક શહેરોમાં રોડ-શોનું આયોજન કરનાર એમસીએક્સ સ્ટોક એક્સચેન્જે (એમસીએક્સ-એસએક્સ) 40 સ્ક્રિપ્સના આગવા સ્વરૂપના ફ્લેગશિપ ઈન્ડેક્સ - એસએક્સ-40 (SX-40)ની રચનાની જાહેરાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં એમસીએક્સ-એસએક્સના એમડી અને સીઈઓ જોસેફ મેસીએ આ ઈન્ડેક્સના મહત્વ અને વિશેષતા તેમ જ એક્સચેન્જની અન્ય યોજનાઓ વિષે સવિસ્તર માહિતી આપી હતી. તેમની સાથેની પ્રશ્નોત્તરીના અંશો આ મુજબ છે.

પ્રશ્ન: તમે 40 સ્ક્રિપ્ટના બનેલા ઈન્ડેક્સ રચવાનો નિર્ણય શા માટે લીધો?

ઉત્તર: શ્રેષ્ઠ અને સૌથી તરલ ઈન્ડેક્સની રચનામાં 40ની સંખ્યા મહત્તમ હોવાનું અમે માનીએ છીએ. એસએક્સ-40 ફ્રી ફ્લોટ આધારિત સંતુલિત ઈન્ડેક્સ હશે, જેમાં ભારતની મોટી અને શ્રેષ્ઠ કંપ્નીઓનો સમાવેશ થયો હશે. તે સૌથી મહત્વનાં ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતાં માત્ર લાર્જ કેપ અને લિક્વિડ સ્ટોક્સનો બનેલો હશે.

પ્રશ્ન: ઈન્ડેક્સનું વિશેષ અને આગવું આકર્ષણ ક્યું છે?

ઉત્તર: ઈન્ડેક્સ (આંક)ની રચનામાં એસએક્સ-40 શ્રેષ્ઠ વ્યવહારો અને ધોરણો ધરાવશે તથા ભારતીય અર્થતંત્રના વિકાસ અને વૈવિધ્યને પ્રતિબિંબિત કરશે. એસએક્સ-40 જાગતિક નાણાબજારો પરની યથાર્થ સ્થિતિ સાથે ભારતભરનાં બજારોને પ્રતિબિંબિત કરશે અને મોટાપાયે રોકાણપાત્ર વિશ્વને આવરી લેશે. વિશિષ્ટ આધુનિક બેન્ચમાર્ક ઈન્ડેક્સની જેમ તે હેતુલક્ષી, પારદર્શક અને નિયમન આધારિત હશે.

પ્રશ્ન: આ ઈન્ડેક્સની રચનામાં તમે કોઈ સંશોધન સંસ્થા (રિસર્ચ એસોસિયેશન) સાથે સહયોગ કર્યો છે?

ઉત્તર: એમસીએક્સ-એસએક્સે વૈશ્વિક અને ભારતીય નિષ્ણાતોના પ્રતિનિધિત્વ સાથે નિષ્ણાત સમિતિની રચના કરી છે. એસએક્સ-40નું આંકડાકીય કાર્યપદ્ધતિનું બંધારણ અગ્રણી સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂશનો અને ઈન્ડેક્સ પ્રોવાઈડર વગેરે સાથેના સામૂહિક પ્રયાસો મારફત હાથ ધરાયું છે. એમસીએક્સ-એસએક્સે વિવિધ સ્થાનિક તથા વૈશ્વિક આંકોની રચનામાં ભારતની મુખ્ય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટ (આઈએસઆઈ), લંડનસ્થિત એફટીએસઈ અને એફટીકેએમસી સાથે સહયોગ કર્યો છે.

પ્રશ્ન: અન્ય ઈન્ડાઈસીસનું શું? ગ્લોબલ ઈન્ડાઈસીસની યોજના છે?

ઉત્તર: હા, અમે નવા ઈન્ડાઈસીસની રચનામાં ઉપર જણાવ્યું છે તે પ્રમાણેના સહયોગનો ઉપયોગ કરીશું, જે સ્થાનિક તેમ જ જાગતિક રોકાણકારો માટે ભારતના ગતિશીલ નાણાબજારોના સગડ મેળવવાનું, વિશ્લેષણ કરવાનું અને રોકાણ કરવાનું શક્ય બનાવશે. આ ઈન્ડાઈસીસનો ઉપયોગ કામકાજમાં બેન્ચમાર્ક તરીકે કરી શકાશે અને સંસ્થાકીય તથા રિટેઇલ ફંડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ અને નવી નાણાકીય પ્રોડક્ટો માટે પાયાનું પણ નિર્માણ કરશે.

પ્રશ્ન: ઈન્ડેક્સની રૂપરેખા (ડિઝાઈન), વેઈટેજ વગેરે જેવી અન્ય વિગતો આપી શકો?

ઉત્તર: વ્યાપકપણે, એસએક્સ-40ની રચનાનો માર્ગદર્શક સિદ્ધાંત વિકાસલક્ષી હશે, જે ભારતની પ્રગતિને આવરી લેશે. અમે આવરી લેવાનાર સિક્યોરિટીઝ અને વેઈટેજ વગેરે સંબંધી વિગતો ઈક્વિટી સેગમેન્ટના પ્રારંભ પૂર્વે પૂરી પાડીશું.

પ્રશ્ન: તમે સભ્યપદની ફી, ડિપોઝિટ અને ટ્રાન્ઝેક્શન ફીમાં નીચા ભાવમાળખાની જાહેરાત કરી છે. તમે તમારા આ ભાવસંબંધી વ્યૂહને કઈ રીતે યોગ્ય ઠરાવો છો?

ઉત્તર: અમે ઓછા ખર્ચે સભ્યપદ ફી અને ડિપોઝિટના માળખાની ઓફર કરી છે. આ એક પ્રારંભિક ઓફર છે અને સભ્યપદ મેળવવા માટે રૂ.25 લાખનો ખર્ચ કરવો જરૂરી છે. આ ઓફર 18 ઓક્ટોબર, 2012 સુધી વિધિવત ખુલ્લી રહેશે. આ પછી એમસીએક્સ-એસએક્સના સભ્યપદનો કુલ ખર્ચ રૂ.50 લાખ થશે. અમારી ટ્રાન્ઝેક્શન ફી પણ 50 ટકા સુધી નીચી રહેશે, કારણ કે અમે એવું વિચારીએ છીએ કે ભારતના કરોડો રોકાણકારોને હાલમાં વિશ્વમાં સૌથી વધુ ઊંચી ટ્રાન્ઝેક્શન કોસ્ટ ભોગવવી પડે છે, તેમના પરના બોજમાં ઘટાડો કરવો જોઈએ.

ભાવમાળખા અંગે પૂરી કાળજી સાથે હેતુપૂર્વકનો અને બજાર માટે શ્રેષ્ઠ શું રહેશે તેની વિશદ વિચારણા કર્યા બાદ લેવાયેલો નિર્ણય છે. આ નિર્ણય નાના સભ્યોના સમાવેશ તરફ દોરી જશે અને સેબીના તમામ નિયત ધોરણોનું પાલન કરશે. નિયમનકારી જરૂરિયાતોને આધીન લઘુતમ ડિપોઝિટ (લઘુતમ મૂડીપાયો) રૂ.10 લાખ તથા કેશ ઈક્વિટી તેમ જ એફએન્ડઓ સેગમેન્ટમાં ટ્રેડિંગ મેમ્બરશિપ માટે નેટવર્થની (ભરપાઈ થયેલી મૂડી) જરૂરિયાત રૂ.30 લાખ છે. એમસીએક્સ-એસએક્સ દ્વારા સૂચવાયેલું માળખું સભ્યોની નોંધપાત્ર મૂડી મુક્ત રાખશે, જે અન્યથા જરૂરિયાત ન હોવા છતાં એક્સચેન્જ પાસે જ ફાજલ પડી રહે છે.

ઓછો ખર્ચ ધરાવતાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસ સાથે ઓછા ખર્ચે સભ્યપદ માળખું મૂડીબજારમાં પ્રવેશ પરના અવરોધોને ઘટાડશે, જેને પગલે સર્વ સમાવેશક વિકાસને ગતિ મળશે.

ઈક્વિટી, ઈક્વિટી એફએન્ડઓ સહિતના નવા સેગમેન્ટ્સમાં સભ્યપદની ઝુંબેશ માટે અનેક શહેરોમાં રોડ-શોનું આયોજન કરનાર એમસીએક્સ સ્ટોક એક્સચેન્જે (એમસીએક્સ-એસએક્સ) પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (પીઓપી) સેન્ટરના દેશના સૌથી મોટા નેટવર્કની સ્થાપનાની યોજના વિષે જાહેરાત કરી હતી. આ યોજનામાં પાંચ મહાનગરો ઉપરાંત બજાર પહોંચના વિસ્તાર અને નાના સભ્યોના સમાવેશ વિષેની વ્યાપક દૂરંદેશીનો વિશદ વિસ્તાર એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઈઓ  જોસેફ મેસીએ એક પ્રશ્નોત્તરી દરમિયાન રજૂ કર્યો હતો.

પ્રશ્ન: ભારતના એક્સચેન્જોમાં પીઓપી સેન્ટરનું સૌથી મોટું નેટવર્ક સ્થાપીને તમે કઈ ચોક્કસ સમસ્યાનું નિરાકરણ કરવા માગો છો?

ઉત્તર: પીઓપી સેન્ટરની સ્થાપનાનું લક્ષ્ય ટોચના પાંચ ટ્રેડિંગ કેન્દ્રો સિવાયનાં શહેરો અને નગરોમાં નાના સભ્યો માટે પ્રવેશનો અવરોધ ઘટાડવાનું અને તેમની વ્યવસાયિક તકોના ફલકને વિસ્તારવાનું છે. નાના સભ્ય માટે કનેક્ટિવિટીનો ખર્ચ એક મોટો બોજ છે. અમે તેમને માટે સ્થાનિક શહેરમાં એક્સચેન્જના પીઓપી નેટવર્કનું જોડાણ શક્ય બનાવીને આ બોજમાં ઘટાડો કરવાની દરખાસ્ત ધરાવીએ છીએ.

પ્રશ્ન: તમે કેટલાં પીઓપી સેન્ટર સ્થાપવા માગો છો અને ક્યાં શહેરોમાં?

ઉત્તર: એક્સચેન્જ ભારતભરનાં નવ શહેરોમાં પીઓપી નેટવર્ક સ્થાપવા માગે છે, જેથી તે સૌથી મોટું શહેરવાર પીઓપી નેટવર્ક ધરાવતું એક્સચેન્જ બનશે. અમારા પીઓપી સેન્ટર્સ મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, કોચી, રાજકોટ, જયપુર અને હૈદરાબાદ ખાતે હશે.

પ્રશ્ન: પીઓપી સેન્ટર મારફતના જોડાણમાં સભ્યોને શો લાભ થશે?

ઉત્તર: સભ્યોને કનેક્ટિવિટીના ઓછા ખર્ચ, ઓછા પ્રમાણમાં નિષ્ક્રિયતા, ચડિયાતી બેન્ડવિથ અને નેટવર્કના શ્રેષ્ઠ સંચાલનનો લાભ પ્રાપ્ત થશે. એક્સચેન્જ સાથે કનેક્શન કરવામાં બે લીઝડ લાઈન (એક એક્સચેન્જ સાથે અને બીજી ડિઝાસ્ટર રિકવર સાઈટ)નો અગાઉનો વ્યવહાર નાના સભ્યો માટે ખર્ચાળ પુરવાર થતો હતો અને પ્રવેશમાં જંગી અવરોધ રહેતો હતો. એક્સચેન્જની આ પહેલ એક્સચેન્જ પર કનેક્શન મેળવવા માટે લીઝ્ડ લાઈનની સંખ્યામાં ઘટાડા, લીઝ્ડ લાઈનના સંચાલન પાછળના ખર્ચના સંબંધમાં ઘટાડા અને અનુકૂળતામાં પરિણમશે.

પ્રશ્ન: ખર્ચ ઉપરાંત, પીઓપી મારફત કનેક્શનમાં ઝડપ સંબંધી પણ લાભ થશે?

ઉત્તર: અવશ્ય થશે. પીઓપી સેન્ટર મારફત કનેક્ટ કરનાર સભ્યને ચડિયાતી બેન્ડવિથ અને ઝડપી રિસ્પોન્સ ટાઈમનો લાભ થશે. તેઓ નેટવર્કનું સંચાલન સારી રીતે કરી શકશે, કારણ કે કોઈ પણ પ્રકારની ટેક્નિકલ સમસ્યાનો નિવેડો સ્થાનિક સ્તરે થઈ જશે. વધુ ઝડપ આ કેન્દ્રોના સભ્યોની વ્યવસાયની તકોને વિસ્તારશે, કારણ કે તેઓ આર્બિટ્રાજની સેવાઓ ઓફર કરી શકશે, જે મંદ કનેક્ટિવિટીમાં શક્ય નથી.

પ્રશ્ન: નવા સભ્યોને એમસીએક્સ-એસએક્સ ક્યા અન્ય ખર્ચ પ્રોત્સાહનો પૂરાં પાડશે?

ઉત્તર: અમે સભ્યપદની ફી અને ટ્રાન્ઝેક્શન કોસ્ટનું સરળીકરણ કર્યું છે. અમારું રૂ.25 લાખનું સભ્યપદ અને ડિપોઝિટનું ફી માળખું ઉદ્યોગમાં સૌથી નીચું છે. આ ઓફર 18 ઓક્ટોબર, 2012 સુધી વિધિવત ખુલ્લી રહેશે. આ પછી એમસીએક્સ-એસએક્સના સભ્યપદનો કુલ ખર્ચ રૂ.50 લાખ થશે. અમારી ટ્રાન્ઝેક્શન ફી પણ 50 ટકા સુધી નીચી રહેશે, કારણ કે અમે એવું વિચારીએ છીએ કે ભારતના કરોડો રોકાણકારોને હાલમાં વિશ્વમાં સૌથી વધુ ઊંચી ટ્રાન્ઝેક્શન કોસ્ટ ભોગવવી પડે છે, તેમના પરના બોજમાં ઘટાડો કરવો જોઈએ.

પ્રશ્ન: તમે સભ્યપદની ફી, ડિપોઝિટ અને ટ્રાન્ઝેક્શન ફીમાં નીચા ભાવમાળખાની જાહેરાત કરી છે. તમે તમારા આ ભાવસંબંધી વ્યૂહને કઈ રીતે યોગ્ય ઠરાવો છો?

ભાવમાળખા અંગે પૂરી કાળજી સાથે હેતુપૂર્વકનો અને બજાર માટે શ્રેષ્ઠ શું રહેશે તેની વિશદ વિચારણા કર્યા બાદ લેવાયેલો નિર્ણય છે. આ નિર્ણય નાના સભ્યોના સમાવેશ તરફ દોરી જશે અને સેબીના તમામ નિયત ધોરણોનું પાલન કરશે. નિયમનકારી જરૂરિયાતોને આધીન લઘુતમ ડિપોઝિટ (લઘુતમ મૂડીપાયો) રૂ.10 લાખ તથા કેશ ઈક્વિટી તેમ જ એફએન્ડઓ સેગમેન્ટમાં ટ્રેડિંગ મેમ્બરશિપ માટે નેટવર્થની (ભરપાઈ થયેલી મૂડી) જરૂરિયાત રૂ.30 લાખ છે. એમસીએક્સ-એસએક્સ દ્વારા સૂચવાયેલું માળખું સભ્યોની નોંધપાત્ર મૂડી મુક્ત રાખશે, જે અન્યથા જરૂરિયાત ન હોવા છતાં એક્સચેન્જ પાસે જ ફાજલ પડી રહે છે.

ઓછો ખર્ચ ધરાવતા ટ્રાન્ઝેક્શન ચાર્જિસ સાથે ઓછા ખર્ચે સભ્યપદ માળખું મૂડીબજારમાં પ્રવેશ પરના અવરોધોને ઘટાડશે, જેને પગલે સર્વ સમાવેશક વિકાસને ગતિ મળશે.

પ્રશ્ન: તમે બે વિશેષ શ્રેણીમાં સભ્યપદની ઓફર શા માટે કરી છે?

ઉત્તર: વ્યવસાયિક પાત્રતા ધરાવતા સભ્યો (પ્રોફેશનલી ક્વોલિફાઈડ મેમ્બર્સ) અને ગ્રામીણ સાહસિક સભ્યો (રૂરલ આંત્રપ્રેન્યોર મેમ્બર્સ)ની શ્રેણી બજારના વિકાસ અને ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝનની અમારી કાર્યસૂચિને અનુરૂપ શરૂ કરાઈ છે. સ્થાનિક બચતોની સુષુપ્ત શક્યતાઓને એકીકૃત કરવા અને તેને સંસ્થાકીય, એફઆઈઆઈ તથા સ્થાનિક રોકાણ સાથે બળવત્તર બનાવવા અમે ``ઈન્ડિયા મોડેલ'' લાવ્યા છીએ. આથી, ઊંડા અને તરલતા ધરાવતા બજારનાં નિર્માણ સાથે ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝન હાંસલ કરવાના ઉદ્દેશથી દ્વિતીય તેમ જ તૃતીય કક્ષાના શહેરોના પ્રોફેશનલ્સ તથા સાહસિકોને ખોળી કાઢવા અમે આ બે વિશેષ શ્રેણી અમલી બનાવવાનો વિચાર કર્યો છે.

વ્યાવસાયિક પાત્રતા ધરાવતા સભ્યોની શ્રેણી મૂડીબજારનો અનુભવ ધરાવતા વ્યવસાયીઓ જેવા કે ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, ખાનગી ઈક્વિટી, વેન્ચર કેપિટલ, બ્રોકિંગ અને ફાઈનાન્શિયલ ઈન્ટરમીડિયેશન ઉદ્યોગ માટે છે. આ શ્રેણી માટે એમબીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, વકીલો, એન્જિનિયર્સ વગેરે જેવા અન્ય પ્રોફેશનલ્સ પણ પાત્ર ગણાશે.

ગ્રામીણ સાહસિક સભ્યપદ શ્રેણી પ્રવર્તમાન 2,000 શહેરો સિવાયના 5,984 ઉપજિલ્લા અને તાલુકાઓના નિવાસી, જ્યાં મૂડીબજારની પહોંચ નથી તેવા લોકો માટે તૈયાર કરાઈ છે.

PP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: