Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» International» Asia» Indians cant get home on rent in singapore

સિંગાપોરમાં ભારતીયોને ભાડે મકાન નથી મળતાં!!!

એજન્સી | May 02, 2014, 04:48 PM IST
indians cant get home on rent in singapore

સિંગાપુર :
સિંગાપુરમાં ભારતીયો માટે ભાડાનું મકાન શોધવું માથાના દુઃખાવા સમાન બની રહ્યું છે. અહીંની ઓનલાઈન જાહેરાતોમાં  સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, ભારતીયો અને ચીની મકાન માટે સંપર્ક ન કરે. કોઈક જાહેરાતમાં સોરી પણ લખવામાં આવ્યું છે. 
 
8 વર્ષ બ્રિટનમાં પસાર કર્યા બાદ શ્રીલંકાનો નાગરિક સુનીલ જ્યારે પોતાની નવી નોકરી માટે સિંગાપુર ગયો ત્યારે મકાન શોધતા તેને ધોળા દિવસે તારા દેખાઈ ગયા હતા. વ્યવસાયે એન્જિનિયર બ્રિટિશ અંગ્રેજીથી પહેલા તો મકાન માલિક પ્રભાવિત થઈ જતા હતા, પરંતુ સુનીલ નામ સાંભળતા જ તેમને રોકડો જવાબ મળી જાય છે કે માફ કરી દો, અમે ભારતીયોને મકાન નહીં આપી શકીએ.
 
સુનીલે પોતાની આપવિતી વર્ણવતા જણાવ્યું હતું કે, મકાન માલિકને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી કે તે શ્રીલંકા અને ભારત એક નથી. પરંતુ તેઓ ધરાર માન્યા નહોતા. આખરે સુનીલે નિર્ણય કર્યો કરે તે માત્ર ભારતીય માલિકોનો જ સંપર્ક કરશે અને ત્યારે તેને ઘર મળ્યું હતું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.26 %
નાં. હારી જશે. 19.10 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: