Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Youth» Gadgets» Iberry launches octa core auxus nuclea x and dual core auxus handy h01

આઈબેરીએ ઓક્ટા કોર ઓક્સસ ન્યૂક્લિયા X ભારતમાં લોન્ચ કર્યો

એજન્સી | April 28, 2014, 03:15 PM IST
iberry launches octa core auxus nuclea x and dual core auxus handy h01

નવી દિલ્હી :
આઈબેરી દ્વારા ભારતમાં 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આઈબેરી ઓક્સસ ન્યૂક્લિયા એક્સની કિંમત રૂ. 12,999 છે. આઈબેરી ઓક્સસ હેન્ડી  H01ની કિંમત રૂ. 4990 રાખવામાં આવી છે. આઈબેરી ઓક્સસ ન્યૂક્લિયા Xમાં ઓકટા-કોર પ્રોસેસર લાગેલું છે અને 12,999ની કિંમત સાથે ઓક્ટા કોર પ્રોસેસરવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. 5 મેથી આ બંને મોડલોનું ઓનલાઈન વેચાણ શરૂ થઈ જશે.
 
આઈબેરી ઓક્સસ ન્યૂક્લિયા X કંપનીનો ઓક્ટોકોર પ્રોસેસર આધારિત બીજો ફોન છે. આ પહેલા કંપની દ્વારા ઓક્ટા કોર પ્રોસેસર ધરાવતો ઓક્સસ ન્યૂક્લિયા N2 લોન્ચ કરવામાં આવ્યો છે. આઈબેરી ઓક્સસ ન્યૂક્લિયા Xમાં 1.7 ગીગાહર્ટઢ ઓક્ટા કોર મીડિયાટેક  MT6592 પ્રોસેસર, એક જીબી રેમ છે. 720x1280 પિક્સલ રિઝોલ્યુશનવાળી 5 ઈંચની એચડી ડિસ્પ્લે પણ છે.  ડિસ્પ્લેમાં વન ગ્લાસ સોલ્યુશન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. એન્ડ્રોઈડ 4.2 જેલીબીન પર ચાલતો આ ફોન ડ્યૂઅલ સિમને સપોર્ટ કરે છે.
 
ઓક્સસ ન્યૂક્લિયા xમાં પાછળની બાજુએ ઓટોફોકસવાળો 13 મેગાપિક્સલનો કેમેરો છે. 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. 8 જીબી ઈન્ટરનલ મેમરી ધરાવતાં ફોનમાં 64 જીબી સુધીનું માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે. ફોનમાં 2800mAhની શક્તિશાળી બેટરી છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ 4,0, માઈક્રો યુએસબી, એ-જીપીએસ તથા 3જીનો સમાવેશ થાય છે.
 
4990ની કિંમત ધરાવતા આઈબેરી  ઓક્સસ હેંડી  H01માં 4 ઈંચની આઈપીએસ ડિસ્પ્લે છે. જેમાં 1.3 ગીગાહર્ટઝ ડ્યૂઅલ કોર મીડિયાટેક  MT6572 પ્રોસેસર, 512 એમબી રેમ છે. આ ફોન એન્ડ્રોઈડ 4.2 જેલીબીન પર ચાલે છે. ઓક્સસ હેંડી H01માં પાછળની બાજુએ 3 મેગાપિક્સલ તથા આગળની તરફ 1.3 મેગા પિક્સલનો કેમેરો છે. ફોનની બેટરી ક્ષમતા  1800mAh છે. કનેક્ટિવિટી વિક્લ્પોમાં થ્રીજી, વાઈ-ફાઈ, બ્લૂટૂથ તથા જીપીએસ અને એ-જીપીએસનો સમાવેશ થાય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: