Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Women» Working Women» Govt woman employee can get uninterrupted two year leave for child caresc

બાળકના ઉછેર માટે મહિલાઓ બે વર્ષની રજા લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ

એજન્સી | April 16, 2014, 03:59 PM IST
govt woman employee can get uninterrupted two year leave for child caresc

નવી દિલ્હી :
કેન્દ્ર સરકારમાં કામ કરતી મહિલાઓ માટે હરખના સમાચાર છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની મહિલા કર્મચારીઓ  પોતાના બાળકની દેખરેખ માટે બે વર્ષની રજા લઈ શકે છે તેવો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ન્યાયાધીશ એસ જે મુખોપાધ્યાય અને વી ગોપાલ ગોડ્ડાએ કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને રદ કરીને ઉપરોક્ત વ્યવસ્થા કરી હતી. હાઈક્રોટે જણાવ્યું હતું કે, કેન્દ્રીય સિવિલ સેવાના નિયમ મુજબ બાળકોના સારસંભાળ માટે 730 દિવસ દિવસની રજા મળી શકે નહીં.
 
ન્યાયાધીશે જણાવ્યું હતું કે, પરિપત્રો તથા કલમ 43સીના અવલોકનથી જાણવા મળ્યું છે કે, 18 વર્ષથી ઓછી વર્ષના સગીર બાળકો માટે સરકારી મહિલા કર્મચારી મહત્તમ 730 દિવસ સુધી કોઈ પણ  જાતના અવરોધ વગર સળંગ રજા લઈ શકે છે.  બાળકની દેખરેખનો અર્થ માત્ર નાના બાળકોના પાલન પોષણ માટે જ નહીં પરંતુ તેની પરીક્ષા અને બીમારી જેવી જરૂરિયાતો માટે પણ હોઈ શકે છે. 
 
અદાલતે જણાવ્યું હતું કે, બાળકોની સારસંભાળ માટે 730 દિવસ કરતાં વધુ સમયની રજા જો તમારી પાસે જમા પડી હોય તો આપવામાં આવે છે. હાઈકોર્ટનું આ તારણ કલમ 43 સી પર કે ન તો કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો પર આધારિત છે.  આધલેતે સરકારી મહિલા વકિલ કાકલી ઘોષની અરજી પર ઉપરોક્ત વ્યવસ્થા સંભળાવી હતી. જેના કારણે બાળકની પરીક્ષાની તૈયારી માટે 730 દિવસની રજા આપવાના સરકારના નિર્ણયને પડકાર્યો હતો. 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: