Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» Film review bhoothnath returns

ફિલ્મ રિવ્યૂ : ભૂતનાથ રિટન્સૅ

જીજીએન ટીમ દ્વારા | April 12, 2014, 03:32 PM IST
film review bhoothnath returns

અમદાવાદ :

અમિતાભ બચ્ચનની ફિલ્મ ભૂતનાથ રિટન્સૅ શુક્રવારે રિલીઝ થઇ. નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ દેશમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે રિલીઝ થઇ છે. ફિલ્મ રાજકીય જાગૃતી અને મતદાન કરવાની અપીલ કરે છે.

ભૂતનાથ રિટન્સૅ ફિલ્મ ભૂતનાથ ફિલ્મનો બીજો ભાગ છે. આ ફિલ્મ ત્યાંથી જ શરૂ થાય છે, જ્યા ભૂતનાથ સમાપ્ત થઇ હતી. મોક્ષ મેળવ્યા બાદ ભૂતનાથ જ્યારે પોતાની દુનિયામાં પહોંચે ત્યારે તેનો મજાક બનાવાય છે કે તે કોઇને ડરાવવામાં સફળ ન થયા. એટલા માટે ભૂતનાથ ફરીથી દુનિયામાં આવે છે, જેથી તે બાળકોને ડરાવી શકે, અને તે ઉતરે છે મુંબઇનાં ધારાવી વિસ્તારમાં. જ્યા તે બાળકોને ડરાવવામાં ભલે નિષ્ફળ થાય, પણ એક બાળક સાથે મળીને સમાજની બદીઓ સામે લડે છે, અને ચૂંટણીમાં કિસ્મત અજમાવે છે.

ભૂતનાથ એક કૉમેડી ફિલ્મ છે, જે મજાક-મજાકમાં બહુ સારી વાતો કહી જાય છે. ભૂતનાથ રિટન્સૅ રાજનીતિનાં ખરાબ પાસા ઉજાગર કરે છે. ભ્રષ્ટાચાર કઇ રીતે દેશને ખોખલો કરે છે, જે પણ સારી રીતે દર્શાવવામાં આવ્યુ.

ભૂતનાથ રિટન્સૅનાં સંવાદ સારા છે. અમિતાભ બચ્ચન અને બોમન ઇરાનીએ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. જ્યારે પાર્થ ભાલેરાવે અખરોખ નામનાં બાળકની ભૂમિકા શ્રેષ્ઠ રીતે નિભાવી છે.

ફિલ્મ ભૂતનાથ રિટન્સૅ ન માત્ર મનોરંજક ફિલ્મ છે, પણ ચૂંટણીનાં માહોલમાં દર્શકોને સંદેશ આપે છે, કે તેઓ વોટ જરૂર આપે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: