Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Women» Beauty and Care» Emily shah crowned miss new jersey usa

ભારતીય મૂળની એમિલી મિસ ન્યૂજર્સી

એજન્સી | October 25, 2013, 04:13 PM IST
emily shah crowned miss new jersey usa

વોશિંગ્ટન : ભારતીય મૂળની 18 વર્ષની એમિલી શાહ મિસ ન્યૂજર્સી યુએસએ 2014નું ટાઇટલ જીતી ગઇ છે. નાના દાવુલુરીના રસ્તે જઇ રહેલી એમિલીએ ભારતના નામને નવી ઊંચાઇ પર લઇ જતાં આ  સૌંદર્ય સ્પર્ધા જીતી લઇને દેશનું નામ રોશન કર્યું છે. નીનાએ હાલમાં જ મિસ અમેરિકાનું ટાઇટલ જીત્યું હતું.

મિસ ન્યૂજર્સીનો ખિતાબ જીત્યા બાદ હવે એમિલી શાહ હવે મિસ અમેરિકા અને મિસ યુનિવર્સ ટાઇટલની સ્પર્ધામાં ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેનાર 130 સ્પર્ધકોમાં એમિલી સૌથી નાની વયની હતી.

સૌથી ખાસ વાત એમ છે કે એમિલી હાલમાં પણ ભારત આવતી જતી હોય છે. અને તેણે બોલીવૂડની ઘણી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે. તે સિવાય તેણે હોલિવૂડની ફિલ્મ ધ ગ્રેટ ન્યૂ વંડરફુલમાં નસરૂદ્દીન શાહ સાથે પણ કામ કર્યું છે. બોલીવૂડની ફિલ્મોની વાત કરીએ તો તેણે આઉટ ઓફ કંટ્રોલ, તા રા રમ પમ અને જાનેમન ફિલ્મોમાં અભિનય કર્યો છે. એમિલી  લોસ એન્જેલિસમાં રહેતા પ્રશાંત શાહની દીકરી છે. જે બોલીવૂડમાં કરન જોહર, શાહરૂખ ખાન અને રાકેશ રોશનના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી ચૂક્યાં છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: