Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Development» Human Rights» Decide to boycott from voting

પ્રાથમિક સુવિધાઓના અભાવે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી

જીજીએન ટીમ દ્રારા | April 16, 2014, 02:01 PM IST
decide to boycott from voting

રાજકોટ :

આગામી દિવસોમાં જયારે લોકસભાની ચુંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ જીલ્લાના એક ગામને પ્રાથમિક સુવિધાઓ નહિ મળતી હોવાની ફરિયાદ સાથે આજે ગ્રામવાસીઓએ રેલી  કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી તેમ છતાં સંતોષકારક જવાબ નહિ મળ્યો હોવાનું જણાવી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે ગ્રામજનોના આ નિર્ણયથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

 

શહેરના ભાવનગર હાઈવે ઉપરથી અંદર બાજુ રાજકોટ જીલ્લાનું ઠેબચડા ગામ કે જ્યાં અગાઉ આઝાદી બાદ એક વખત જ પાકો રસ્તો બનાવવામાં આવ્યો હતો ત્યાર બાદ એકપણ વખત પાકો રસ્તો બનાવવામાં આવ્યો નથી તે ઉપરાંત પીવાના પાણીની તંગી છે ગૃહિણીઓને પીવાનું પાણી ભરવા માટે દુર દુર બે કિલોમીટર સુધી જવું પડે છે તેમજ વીજળી પણ અવાર નવાર ગુલ થઇ જાય છે પ્રાથમિક સુવિધાઓથી વાંછિત આ ગ્રામજનો સામે એકપણ પક્ષ કે તંત્ર નજર નાખતું નથી લોકશાહી બાદ દરેક ચૂટણીમાં આ ગામના લોકો મતદાન કરે છે તેમ છતાં આ ગામના લોકોને પાયાની સુવિધાઓ મળી નથી તેથી રોષે ભરાયેલા લોકોએ આ લોકસભાના મતદાનથી મત નહિ આપવાનો નિર્ણય લીધો છે મતદાનનો બહિસ્કાર કરી આજે ગ્રામજનોએ મોટી સંખ્યામાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

 

ઠેબચડા ગામના સરપંચ સહિતના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી અને મતદાન બહિસ્કાર અંગે પણ વાતચીત કરી હતી ત્યારે મતદાન બહિસ્કાર કરવાથી સમસ્યાનો ઉકેલ ન આવે અને પ્રાથમિક સુવિધાઓ પાણી અને વીજળીની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી જયારે ચુંટણી હોવાથી રસ્તાની કામગીરી સમયાંતરે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

 

કલેક્ટરના નિર્ણય અને પ્રત્યુતર ઉપર ગ્રામજનોને ભરોસો ન હોય તેથી પોતાનો મતદાન બહિસ્કારનો નિર્ણય યથાવત રાખ્યો હતો રાજકીય પક્ષ કે તંત્ર દ્વારા એકપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને લોકોને ભરોસો પણ નથી તેથી ઠેબચડા ગામમાંથી એકપણ મતદાર મતદાન નહિ એકરે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 

JJ/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: