Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Politics» Gujarat Politics» Death anniversary of sardar vallabhbhai patel

સરદાર માટે સમયનો અભાવ...!

જીજીએન ટીમ દ્વારા | December 15, 2012, 12:55 PM IST
death anniversary of sardar vallabhbhai patel

ખેડા,પોરબંદર : ગુજરાતનાં 12 જિલ્લાઓમાં બીજા તબક્કામાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે આજે 15 ડિસેમ્બરે પ્રચારનો છેલ્લો દિવસ છે. બીજી તરફ આજે સરદાર વલ્લભભાઈ પટેલની 63મી પુણ્યિતિથી છે. સરદાર પટેલને છાશવારે પ્રંસગોપાત ચરોતરમાં યાદ કરવામાં આવે છે. પરંતુ ચૂંટણીપ્રચારનો અંતિમ દિવસથી હોવાથી નડિયાદ ખાતે આવેલી સરદારની પ્રતિમા પાસે નેતાઓની હાજરી પાંખી જોવા મળી હતી.

ખેડા જિલ્લાના કરમસદમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલને છાશવારે પ્રસંગોપાત યાદ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે 15મી ડિસેમ્બરે અનોખો સંયોગ જોવા મળ્યો છે. બીજા તબક્કામાં ખેડા જિલ્લામાં આવેલી સાત બેઠકો માટેનું મતદાન 17 ડિસેમ્બરે થવાનું છે.

આજે 15 ડિસેમ્બરે પ્રચારનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. આજે દરેક પક્ષ અને ઉમેદવાર પોતાનું એડીચોટીનું જોર લગાવીને ચૂંટણીપ્રચારની ફાઈનલ રમી લેવા માંગે છે. જેમાં અનેક ફિલ્મસ્ટારો અને પક્ષોના અગ્રણી નેતાઓ ચરોતરની ધરતી પર ફરી રહ્યાં છે. તેમ છતાં સરદારની પ્રતિમા પાસે નેતાગણની હાજરી હરહમેશ કરતાં પાંખી જોવા મળી છે.

નડિયાદ ખાતે બસ સ્ટેન્ડ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમા આગળ પ્રંસગોપાત અનેક નેતાઓ આવી પહોંચતા હોય છે. પરંતુ એક તરફ ચૂંટણીપ્રચારનો અંતિમ દિવસ અને બીજી તરફ લોકનાયક સરદારની પૂણ્યતિથીની વચ્ચે અનેક નેતાઓ મૂંઝવણમાં મૂકાયેલા દેખાયાં છે.

આજે સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યિતિથી હોવાથી નેતાની ગેરહાજરી બાકાત ન રહી જાય તે હેતુથી સમજુ નેતા વહેલી સવારથી સરદારની પ્રતિમાએ ફુલહાર કરીને પૂણ્યતિથી સંભાળી લીધી હતી. તો બીજી તરફ અગ્રણી નેતાઓ અને ખેડા જિલ્લામાં ફરી રહેલા સ્ટારપ્રચારકો આ બાબતે અજાણ હોય તેમ લાગી રહ્યું છે.

છાશવારે ખેડા જિલ્લામાં યાદ કરાતાં સરદાર માટે, નેતાઓ અને પક્ષો માટે આજે અગ્નિપરીક્ષાનો દિવસ હોય તેમ જણાઈ રહ્યો છે. જોકે સાંજ સુધીમાં લોકનાયક સરદારની યાદ આવી જતાં સરદારની પ્રતિમા પર  ફૂલહારનો વરસાદ વરસે તો નવાઈ નહીં.

પોરબંદરમાં સરદારને શ્રદ્ધાંજલિ

જોકે પોરબંદરમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી નિમિત્તે પોરબંદર કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ સ્ટેશનચોક પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી ફૂલહાર કર્યાં હતાં.

RP / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 81.92 %
નાં. હારી જશે. 17.72 %
કહીં ન શકાય. 0.36 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: