Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Religion» Pilgrimage & Festival» Darul uloom bans politicians entry into deoband till loksabha elections

લોકસભા ચૂંટણી ટાંણે દારૂલ ઉલૂમમાં નેતાઓને નો એન્ટ્રી

એજન્સી | March 26, 2014, 11:38 AM IST
darul uloom bans politicians entry into deoband till loksabha elections

દેવબંદ :

ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લામાં દેવબંદ ખાતે દુનિયાભરમાં ઈસ્લામ શિક્ષા માટે ખ્યાતનામ બનેલી દારૂલ ઉલૂમે રાજનેતાઓના પ્રવેશ પર મનાઈ ફરમાવી દીધી છે.


ચૂંટણી વખતે મુસ્લિમ મતદાતાઓનો વિશ્વાસ જીતવા માટે અનેક રાજનેતાઓ દારૂલ ઉલૂમની મુલાકાતે આવે છે. જેને લઈને અગમચેતીના ભાગરૂપે લોકસભા ચૂંટણી વખતે દારૂલ ઉલૂમે રાજકીય પાર્ટીઓના નેતાઓને પ્રવેશ કરવા પર મનાઈ ફરમાવી દીધો છે.


ચૂંટણી ટાણે પ્રવેશ પર મનાઈ ફરમાવી દેતાં  અનેક રાજકીય નેતાઓને નિરાશા હાથ લીધી છે. નોંધનીય છેકે અનેક રાજકીય નેતાઓ દારૂલ ઉલૂમ ખાતે આવીને પરિક્રમા કરતા અગાઉ નજરે પડ્યાં છે.


ગત ચૂંટણી વખતે દારૂલ ઉલૂમમાં રાહુલ ગાંધી, મુલાયમ સિંહ, લાલૂ પ્રસાદ યાદવ, માયાવતી, આઝમ ખાન, રામ વિલાસ પાસવાન તેમજ નસીમુદ્દીન સિદ્દીકી જેવા અગ્રણી નેતાઓ આવ્યાં હતા.


દારૂલ ઉલૂમના પ્રબંધક મૌલાના અબુલ કાસિમે કહ્યું કે જો કોઈ નેતા દારૂલ ઉલૂમે પ્રાર્થના કે બીજા કોઈ બહાને પ્રવેશ કરવાની કોશિષ કરશે તો અમારા તરફથી કોઈ તેમની મુલાકાત કરશે નહીં.

 

RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: