Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» International» Rest of The World» Australian plane lands safely after engine fire

વિમાનના એન્જિનમાં આગ લાગ્યા બાદ સફળ ઉતરાણ કર્યું

એજન્સી | April 29, 2014, 04:13 PM IST
australian plane lands safely after engine fire

સિડની :
વિમાનમાં મુસાફરી કરતાં લોકો માટે હાલમાં સમય બરાબર ચાલી નહીં રહ્યો હોવાનું લાગી રહ્યું છે. મેલેશિયાનું એમએચ370 વિમાન ક્યાં અદ્રશ્ય થઈ ગયું તે અંગે 50 દિવસથી વધુ સમય વીતવા છતાં કોઈ વાવડ મળ્યા નથી. ઓસ્ટ્રેલિયામાં 97 લોકોને લઈને જતા વિમાનના એન્જિનમાં આગે દેખા દેતા પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં તાત્કાલિક ઉતરાણ કરવું પડ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.
 
પર્થ એરપોર્ટ પરથી કોબાહમ એવિએશન સર્વિસના વિમાને ઉડ્ડયન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ તેના એન્જિનમાં આગના લબારા જોવા મળ્યા હતા. જે બાદ BAE-146 પ્લેનને પાછું વાળીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. જેમાં કોઈને ઈજા થઈ નહોતી. આગ કયા કારણોસર લાગી હતી તેની તપાસ થઈ રહી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.26 %
નાં. હારી જશે. 19.10 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: