Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» India» India Politics» Appeal to vote shyam negi beats amitabh bachchan online

વોટની અપીલમાં શ્યામ નેગીએ બિગ બીને પછાડ્યા

એજન્સી | May 05, 2014, 03:55 PM IST
appeal to vote shyam negi beats amitabh bachchan online

નવી દિલ્હી :
16મી લોકસભાની ચૂંટણી ઈતિહાસમાં બે રીતે યાદ રાખવામાં આવશે. જેમાં ભારતીય ચૂંટણી પંચે બોલીવૂડના લોકપ્રિય અભિનેતા આમીર ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો તો વિવિધ રાજ્યોના જાણીતા ચહેરાઓને પણ ચૂંટણી પંચના એમ્બેસેડર બનાવીને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કર્યા. આમીર ખાને મતદારોને ઘરમાંથી બહાર નિકળીને મતદાન કરવાની વિનમ્ર અપીલ કરી. બિહાર સહિત અનેક રાજ્યોમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામથી લઈને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની તથા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલને મતદાનના દૂત બનાવ્યા. ગુજરાતમાં પણ ક્રિકેટનું જાણીતું નામ એવા ચેતેશ્વર પુજારાને બ્રાન્ડ એમ્બેસડર બનાવવામાં આવ્યો હતો. પૂજારાએ દુબઈ આઈપીએલમાંથી આવીને મત આપીને પોતાની ફરજ બજાવી હતી.
 
જોકે આ બધાની વચ્ચે વોટ અભિયાનમાં ગૂગલ સર્ચ એન્જિનમાં 97 વર્ષીય શ્યામ નેગીને અસલી નાયક તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આઝાદ હિન્દુસ્તાનના પહેલા મતદાર અને સેવા નિવૃત્ત અધ્યાયક શ્યામ શરણ નેગી ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસર કરતા પણ વધુ લોકપ્રિય છે. આઝાદી બાદ 1952માં થયેલી પહેલી ચૂંટણીમાં નિર્જન રસ્તા અને ખરાબ ફોર્મના કારણે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા 6 મહિના પહેલી આટોપી લેવામાં આવી હતી. કિન્નૌર જિલ્લાના કાલ્પા ગામના રહેવાસી નેગીએ 1951થી લઈને આજસુધીની તમામ પંચાયત ચૂંટણીથી લઈને લોકસભા ચૂંટણીમાં મત નાંખ્યા છે.
 
યુ ટ્યુબ પર શ્યામ નેગીનો વીડિયો અત્યાર સુધીમાં 27,39,078 લોકો જોઈ ચૂક્યા છે અને આ અંગે તેણે બિગ બી અમિતાભ બચ્ચનને પણ પાછળ રાખી દીધા છે. અમિતાભ બચ્ચનવાળા વીડિયોમાં ક્રિકેટર વીરેન્દ્ર સેહવાહ, અભિનેત્રી દીયા મિર્ઝા, અર્જુન રામપાલ, રાઈમ સેન તથા શાન જેવા કલાકારો મતદારોને મત આપવાની અપિલ કરતા જોવા મળી રહ્યા છે. જોકે આ વીડિયોને માત્ર 17,596 લોકોએ જોટયો છે. જ્યારે બીજી બાજુ આમીરખાનના વીડિયોને માત્ર 4695 હિટ જ મળી છે.
 
ના આના ઈસ દેશ લાડોની લોકપ્રિય કલાકાર મેઘના મલિકે જણાવ્યું હતું કે, લોકો લોકપ્રિય કલાકારોની સાથે પોતાની જાતને સરળતાથી સાંકળી લે છે. ખાસ કરીને યુવાઓ અને મહિલાઓ. આવામાં જ્યારે હસ્તીઓ જનહિતમાં અપીલ કરે છે ત્યારે લોકો તેની સાથે સકારાત્મક રીતે જોડાઈ જાય છે. ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસડરની ભૂમિકા અને જરૂરિયાત વિશે પૂછતા મેઘનાએ જણાવ્યું હતું કે, જો હરિયાણા ચૂંટણી પંચના દૂત તરીકે સમાજના એક નાના વર્ગને પણ મતદાન માટે પ્રેરીત કરી શકું છું તો મને ખૂબ આનંદ થશે.
 
આ વખતે અમિતાભ બચ્ચન, આમિર ખાન, જોન અબ્રાહમ અને દીયા મિર્ઝા સહિત ક્રિકેટ જગતની ઘણી જાણીતી હસ્તીઓએ ટીવી ચેનલના માધ્યમથી મતદાતાઓને મતદાન માટે અપીલ કરી રહ્યા છે તો રતન રાજપૂતની અવાજમાં રેડિયો જિંગલ્સ પણ ગવરાવવામાં આવી છે. ઉત્તરપ્રદેશ ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ ભોજપુરી ગાયિકા માલિની અવસ્થીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઈ છે. 
 
જોકે, આ બધા કરતાં તો પોતાના હોય તેવા લોકો જ મતદાનની સફળ અપીલ કરી શકે છે તે વાત સ્પષ્ટ થાય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.47 %
નાં. હારી જશે. 20.90 %
કહીં ન શકાય. 0.63 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: