Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» Amitabh and aamir not my friends kangana

કંગનાનું નિવેદનઃ અમિતાભ અને આમિર મારા મિત્રો નથી

એજન્સી | April 26, 2014, 03:59 PM IST
amitabh and aamir not my friends kangana

મુંબઈ :
બોલીવૂડમાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતી કંગના રનૌતે કહ્યું હતું કે અમિતાભ બચ્ચન અને આમિર ખાન તેના મિત્રો નથી. કંગના રનૌતની ફિલ્મ ક્વીન હાલમાં જ રજૂ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. ફિલ્મ જોઈને અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરૂખખાન, રણબીર કપૂર સહિત બોલીવૂડના અનેક સિતારાઓએ કંગનાની વખાણ કર્યા હતા.
 
અમિતાભે કંગનાના અભિનયના વખાણ કર્યા બાદ તેને ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો હતો. આમીરખાને ક્વીન ફિલ્મ જોયા બાદ કંગાના ખૂબ વખાણ કર્યા હતા. કંગનાનું કહેવું છે કે આમીર ખાન સાથે કામ કરવું તેની પ્રાથમિકતામાં નથી. તેણે ઉમેર્યું હતું કે, એવું કહેવું વિચિત્ર લાગશે કે આમિર ખાન કે અમિતાભ બચ્ચન મારા મિત્રો નથી. તેઓ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર છે. અમિતાભ એટલા સીનિયર છે કે તેઓ મિત્ર કઈ રીતે હોઈ શકે. હું તેમનો ખૂબ આદર કરું છું. આવું જ આમીર ખાન સાથે પણ છે.
 
કંગનાએ જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં સફળતા બળે સંબંધો બનતા નથી. ઈન્ડસ્ટ્રીમાં મારા એવા કોઈ મિત્રો નથી કે જેમની સાથે હું મારું સુખ-દુઃખ શેર કરી શકું.  હું આ ક્ષેત્રમાં સમજીવિચારીને આવી હતી અને ધીમે ધીમે લાગી રહ્યું છે કે હું મારી મંઝિલ સુધી પહોંચી રહી છું. કંગનાએ ક્વીનની જેમ જ રિવોલ્વર રાની પણ હિટ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.91 %
નાં. હારી જશે. 20.45 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: