Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Gujarat» Ahmedabad» Ahmedabad divided in two parts

મહેસુલી રીતે અમદાવાદ બે ભાગમાં વહેચાયું

જીજીએન ટીમ દ્વારા | April 27, 2012, 07:26 PM IST

અમદાવાદ :

મેગા સીટી અમદાવાદને મહેસુલી વહીવટીય રીતે બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. બે નવા તાલુકા રચવામાં આવ્યાં છે. જે અમદાવાદ સીટી મામલતદાર પૂર્વ અને અમદાવાદ સીટી મામલતદાર પશ્ચિમ તરીકે ઓળખાશે. મહેસુલ મંત્રી આનંદીબહેન પટેલે આજે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે નવરચિત સીટી મામલતદાર પૂર્વ અમદાવાદ કચેરીનો પ્રારંભ કરાવ્યો હતો. નવી કચેરી હેઠળ 34 વિસ્તારોને આવરી લેવાયા છે.

 

રાજ્ય સરકારે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી) યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ અમદાવાદ જીલ્લાના બે તાલુકા સીટી તાલુકો અને દશક્રોઈ તાલુકાનું પુન:ગઠન કરીને બે નવા તાલુકા રચવામાં આવ્યાં છે. નવા બે તાલુકા પૈકી સીટી મામલતદાર પૂર્વ અમદાવાદ કચેરી જીલ્લા સેવા સદન પરિસરમાં જ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન મહેસુલ મંત્રીના હસ્તે થયું હતું.

 

વચેટિયાને દુર કરો

 

રાજ્ય સરકારને એવી અનેક ફરિયાદો મળી છે કે કલેક્ટર કચેરીમાં દલાલો કે વચેટિયાઓ કામ કરાવી આપવાનાં બહાને લોકોની સાથે છેતરપિંડી કરતાં હોય છે. મહેસુલમંત્રીએ તે સંદર્ભે સેવા સદનના સત્તાવાળાઓને તાકીદ કરી હતી કે, વહીવટી ખાતામાં વચેટિયાઓને દૂર કરવા જોઈએ. નાગરિકોના કામો નિયમાનુસાર જ થવા જોઈએ.

 

કયા કયા ગામોનો સમાવેશ

 

નવરચિત સીટી મામલતદાર પૂર્વ અમદાવાદ કચેરીમાં જે ગામોનો સમાવેશ થાય છે તેમાં હાંસોલ,નરોડા, સરદારનગર, કોતરપુર, નિકોલ, ઓઢવ, રખિયાલ, સૈજપુર બોઘા, અસારવા, ખોખરા મહેમદાવાદ, ઈસનપુર, ઘોડાસર, શહેર કોટડા, હંસપુર, રામોલ, વિંઝોલ, કમોડ, લક્ષ્મીપુરા, હાથીજણ, લાંભા, વટવા વગેરે. છે.

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.55 %
નાં. હારી જશે. 20.81 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: