Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» 2 states set to join 100 crore club

2 સ્ટેટ્સ 100 કરોડ ક્લબની નજીક

એજન્સી | May 05, 2014, 04:47 PM IST
2 states set to join 100 crore club

મુંબઈ :
બોલીવૂડમાં હાલમાં ચાલતા ટ્રેન્ડ મુજબ કોઈપણ ફિલ્મનું લક્ષ્યાંક 100 કરોડની કલબમાં સામેલ થવાનું હોય છે. અર્જુન કપુર અને આલિયા ભટ્ટ અભિનીત 2 સ્ટેટ્સનો જાદુ ત્રીજા અઠવાડિયે પણ લોકો પર છવાયેલો રહ્યો છે. તેના પરિણામે ફિલ્મે અત્યાર સુધીમાં માત્ર ભારતમાં જ 90 કરોડ કરતાં વધુની કમાણી કરી લીધી છે. જાણકારોનું કહેવું છે કે ફિલ્મ 100 કરોડની કલબમાં સરળતાથી સામેલ થઈ જશે. 
 
2 સ્ટેટ્સની નિર્માતા કરણ જોહર અને સાજિદ નડિયાદવાલા છે. ફિલ્મનું વિતરણ યુ ટીવી મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 18 એપ્રિલના રોજ દેશભરના 2000 સિનેમાઘરોમાં આ ફિલ્મને રજૂ કરવામાં આવી હતી. ટ્રેન્ડ એનાલિસ્ટ તરુણ આદર્શે ટ્વિટર પર લખ્યું હતું કે, 2 સ્ટેટ્સે ત્રીજા શુક્રવારે 1.67 કરોડ રૂપિયા, શનિવારે 2.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે દેશભરમાં કુલ 91.68 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ 100 કરોડની આગળ વધી રહી છે. સુપર હિટ ફિલ્મ સાબિત થઈ રહી છે.
 
2 સ્ટેટ્સમાં રોનિત રોય, અમૃતા સિંહ અને રેવતીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ચેતન ભગતની નવલકથા પરથી બનેલી ફિલ્મનું દિગ્દર્શન અભિષેક વર્મને કર્યું છે. ફિલ્મ બે પ્રેમીઓની વાર્તા પર આધારિત છે. જેઓ બંને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હોય છે. અમિતાભ બચ્ચન, પ્રભુદેવા, રિતેશ દેશમુખ અને સોનાક્ષી સિન્હા જેવા કલાકારોએ પણ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.43 %
નાં. હારી જશે. 18.93 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: