Facebook Twitter Youtube RSS
  • Ahmedabad  
  • Login
  • Register
Home» Entertainment» Bollywood» preity zinta snubs aap supports modi in varanasi

કેજરીવાલ રાજનીતિના કાચા ખેલાડીઃ પ્રીતિ ઝિંટા

એજન્સી | May 02, 2014, 05:34 PM IST
 preity zinta snubs aap supports modi in varanasi

વારાણસી :
આમ  આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને પ્રીતિ ઝિંટાએ રાજકારણના કાચા ખેલાડી ગણાવ્યા હતા. તેણીએ કહ્યું હતું કે, કેજરીવાલ શું કરવા માગે છે કદાચ તેની તેમને જ ખબર નથી. તેઓ એક જ દિવસમાં બધું કરી લેવા માંગે છે તે શક્ય નથી. દિલ્હીની જનતાએ તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા તો તેમણે સારા કામ કરવા જોઈતા હતા. પીઠ બતાવીને ભાગવું જોઈતું નહોતું.
 
વારાણસીની મુલાકાતે આવેલી પ્રીતિ ઝિંટાએ કાશી વિશ્વનાથ મંદિર તથા સંકટ મોચન મંદિરે દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે, હાલ દેશમાં એવા રાજનેતાની જરૂર છે જેઓ તમામને સમજી શકે. બીજેપીના મોદી દેશના વડાપ્રધાનપદ માટેને યોગ્ય ઉમેદવાર છે. દેશનો ખરો વિકાસ ગુજરાતમાં જ થયો છે. શુટિંગ માટે અમે દેશભરમાં ફરતા હોઈએ છીએ પરંતુ ગુજરાત સૌથી અલગ પડે છે. જે વ્યક્તિ યોગ્ય કામ કરતું હોય તેની પ્રશંસા દરેક જગ્યાએ થવી જોઈએ.
 
પ્રીતિએ જણાવ્યું હતું કે, મોદી દેશના પ્રધાનમંત્રી બનશે. પ્રીતિ આઈપીએલ 7માં પંજાબના પ્રદર્શનથી ખૂબ ખુશ છે. વારાણસીમાં ગંગા નદી કિનારે ગંદકી જોઈને પ્રીતિએ નાકનું ટેરવું ચડાવી દીધું હતું. તેણીએ કહ્યું હતું કે, દેશની જીવાદોરી સમાન નદીના કિનારે ગંદકી તથા પ્લાસ્ટિક જોઈને તેને ખૂબ ખરાબ લાગે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

 

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.36 %
નાં. હારી જશે. 19.00 %
કહીં ન શકાય. 0.64 %

SUBSCRIBE TO FREE "TOP NEWS UPDATES" DIRECTLY ON YOUR MAIL EVERY WEEK.

 

Email Address: